ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે.

કૃષિ માહિતી : આવનારી નવી કૃષિ તેમજ સફળ ટેકનોલોજી, અલગ અલગ પાક અને કૃષિ ઈનપુટ વિશે સાચી અને સચોટ માહિતી મેળવો જેથી ખેતી સફળ અને સમૃદ્ધ થશે.

પૂછો પ્રશ્ન : ખેડૂતો ખેતીના લગતા તમામ પ્રશ્નોનું કૃષિ નિષ્ણાતો દ્વારા સમયસર નિવારણ મેળવી શકે જેથી પાક ઉત્પાદન અને આવકમાં બંનેમાં વધારો થશે.

કૃષિ પ્રશ્નોત્તરી (આપો જવાબ, જીતો ઈનામ) : ખેડૂતોના કૃષિ જ્ઞાનમાં વધારો થાય તેમજ પ્રોત્સાહન સ્વરૂપે ઈનામ જીતવાની પણ તક મળે

ખેડૂત તાલીમ : કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ખેડૂતો ડિજીટલ ખેડૂત તાલીમ લે, ઓનલાઈન પરીક્ષા આપે તેમજ સર્ટિફિકેટ તથા અન્ય પ્રોત્સાહિત ઈનામો મેળવી શકે. જેથી તેમના કૃષિ જ્ઞાન અને સામાજીક માનમાં વધારો થાય તથા તેમનો આત્મવિશ્વાસ વધે અને કૃષિ શિક્ષણ થકી વિકાસ પણ થશે.

પહેલા જાણો, પછી ખરીદો : ખેડૂતો અને એગ્રી ઈનપુટ કંપનીઓને એકબીજાની સાથે દિલથી જોડીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શનથી ખેડૂતો બિયારણ, જંતુનાશક દવા, ખાતરો તેમજ અન્ય કૃષિ પ્રોડક્ટસની સાચી અને સચોટ માહિતી મેળવી શકે જેથી ખરીદીમાં થતી છેતરપીંડી અટકે અને ખેતીમાં સફળતા મળશે

તમામ માહિતી માટે  અહીં ક્લિક કરો