વૈજ્ઞાનિકોએ દેશભરમાં 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે.
કેવી રીતે કામ કરે છે દામિની એપ
દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે.
તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે. જે 40 કિલોમીટરના અંતરમાં વિજળી પડવાના સંભવિત સ્થાનની જાણકારી આપે છે. આ નેટવર્ક વિજળી પડવાનું સટીક પૂર્વાનુમાન આપે છે. વિજળીના અવાજની સાથે જ વજ્રપાતની સ્પીડ પણ બતાવે છે.
વજ્રપાતની સ્થિતિમાં શું કરવું તે પણ બતાવે છે એપ
આ એપમાં નીચે ઘણી મહત્વની જાણકારીઓ આપવામાં આવી છે. વિજળી પડવા પર બચાવ કેવી રીતે કરવો તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય ઉપરાંત પ્રાથમિક મેડિકલ સંબંધી જાણકારી પણ છે.
વિજળી પડવાની ઘટના માણસો અને પશુપાલકો માટે ઘાતક હોય છે. તેને રોકી તો શકાય નહીં પરંતુ તેનાથી બચી શકાય છે. વિજળી પડવાની સ્થિતિમાં જાગૃતત જરૂરી છે.
દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન કરી શકાય છે. અને એવામાં લોકોની પાસે પૂરતો સમય હોય છે કે તે સુરક્ષિત જગ્યાએ જતાં રહે. એટલે સતર્ક થઈને જાનમાલની ક્ષતિથી બચી શકાય છે.
Damini : Lightning Alert Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?
Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store
Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
Step 3: Damini : Lightning Alert નામ દાખલ કરો.
Step 4: ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Step 5: Apps તમારા ફોન માં ઇન્સ્ટોલ (ડાઉનલોડ) કરો.