Gujarat Farmer Registry – Agri Stack : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.

Gujarat Khedut Registry ખેડૂતો માટેનું રજીસ્ટ્રેશન છે. આ રજીસ્ટ્રેશન ખેડૂતોઓએ ફરજિયાત કરાવવાનું રહેશે.

આ ડિજિટલ ફાર્મર કાર્ડ ઓનલાઈન કરાવવાનું રહેશે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. આ રજિસ્ટ્રેશન ન કરાવનારને આગમી સહાય મળશે નહિં. ખેડૂતો PM Kisan Yojana 19th Instalment નો હપ્તો મેળવવા માટે Gujarat Farmer Registry કરવાનું રહેશે.

How to Self-Registration Farmer Registry Steps by Steps | ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જાતે રજીસ્ટ્રેશન કરવા માટે શું કરવું?

ખેડૂતોઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું હોય તેની તમામ માહિતી નીચે મુજબ છે.

Step 1: સૌપ્રથમ Google માં gjfr agristack સર્ચ કરવાનું રહેશે.

Step 2:  ત્યારબાદ તેમાં Create Account પર ક્લિક કરવાનું રહેશે.

Step 3:  સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.

Step 4:  ત્યારબાદ ખેડૂતને તેમના આધારકાર્ડથી લિંક મોબાઈલ નંબરમાં OTP આવશે. તે દાખલ કરવો.

Step 5:  આધારના વેરિફિકેશન પછી ખેડૂતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.

Step 6:  આધાર પર તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે.

રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિન્ક કરેલો મોબાઈલ અને સર્વે નંબર ૭/૧૨ તેમજ ૮ અ ના પુરાવા રજૂ કરવાના રહેશે. જે ખેડૂતો નું રજિસ્ટ્રેશન થયેલું હશે. તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકા ભાવ (MSP) અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ(e NAM) જેવી યોજનાઓનો લાભ મળશે.

Leave a Comment