આજના કપાસ ભાવ : હાલ કપાસની બજારની વાત કરીએ તો, કપાસની બજારમાં હળવી તેજી દેખાઈ રહી છે. નવેમ્બરે મહિનામાં કપાસના ભાવ રૂ.1600 ની સપાટીએ પહોંચ્યા હતા.
બજારમાં તેજી છવાઈ હતી. પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે કપાસના ભાવમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે સરેરાશ ભાવ ઊંચામાં રૂ.1400 થી 1500ની સપાટીએ સ્થિર રહેલા છે. કપાસના ભાવમાં 80-90 રૂપિયાની વધ-ઘટ જોવા મળી રહી છે. હજુ ડિસેમ્બર મહિનામાં કપાસના ભાવમાં થોડી ઘણી વધ ઘટ જોવા મળી શકે છે.
કપાસના ભાવ રૂ.2000 થશે? કપાસના ભાવના ભાવ વધારા માટે ઘણા પરિબળો કામ કરતા હોય છે. જો કપાસની બજારમાં માંગ વધે તો ભાવ વધારો થઈ શકે છે. કપાસના ભાવમાં હાલ તો મોટો ફેરફાર થાય તેવા અણસાર દેખાતા નથી. હાલ કપાસ કપાસની સારી આવકો થાય રહી છે. બોટાદ, જામનગર અને બાબરા જેવા યાર્ડો માં કપાસની મોટા પ્રમાણ માં આવક થઈ રહી છે. સારા કપાસનો ભાવ પણ રૂ.1400 થી 1500 સુધી મળી રહ્યો છે.
હજુ ઘણા ખેડૂતો આશા લયને બેઠા છે કે, કપાસના ભાવમાં વધારો થાશે. કપાસના ભાવ 2000ની સપાટી એ પહોંચે તેવા અણસાર ડિસેમ્બર મહિનામાં દેખાતા નથી. વેપારીઓ સારામાં સારો કપાસ 1400 થી 1500 રૂપિયા સુધીમાં ખરીદી રહ્યા છે. સાથે કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધી ભાવમાં વધ ઘટ થઈ રહી છે. |