PM Kisan Yojana e-kyc : રૂ. 2000/- ની સહાય મેળવવા માટે ખેડૂતોએ આ સુધીમાં ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું પડશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ દર ત્રણ મહિને રૂ. 2000/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીના ખાતામાં અત્યાર સુધીમાં PM Kisan Yojana 18th Installment સહાય જમા કરવામાં આવેલ છે. આગામી 19 મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત e-KYC કરવાનું રહેશે.

PM Kisan Yojana e-kyc

કેન્‍દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19 માં હપ્તાના ચૂકવણા માટે ઈ-કેવાયસી કરવાનું રહેશે. લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 25 મી, નવેમ્બર સુધી ચાલુ રહેશે.

આ યોજના હેઠળ, સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવી પડશે.

કેવી રીતે PM Kisan e-KYC કરવું?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈ-કેવાયસી કરવા માટે અલગ-અલગ 4 પદ્ધતિઓ છે. જેનાથી લાભાર્થી ખેડૂતો પોતાનું e-KYC કરી શકશે.

ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે.

જે ખેડૂત લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેન્કની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP થી પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે.

ખેડૂત લાભાર્થીઓએ પોતાની બેંક ખાતામાં આધાર સીડિંગ-ડીબીટી ચાલુ કરાવીને બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે.