ગુજરાતમાં દીકરીઓને મળે છે 1 લાખ રૂપિયાની સહાય, માતા-પિતા જાણીલો આ મોટી યોજના વિશે

Vahli Dikri Yojana 2024 : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ અને મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન યોજના, વહાલી દીકરી યોજના વગેરે બહાર પાડેલ છે. ત્યારે અમે તમને તેમાંની એક વહાલી દીકરી યોજના અંગે માહિતી આપવાના છીએ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડી છે. આ યોજના હેઠળ દીકરીને રૂપિયા 1,10,000નો લાભ મળે છે. દ્વારા રાજ્ય અને સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, દીકરીના શિક્ષણ વધારવા, સ્ત્રી સશક્તિકરણ કરવા અને બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે.

કેટલી અને ક્યારે મળે છે સહાય?

વ્હાલી દીકરી યોજના (Vahali Dikri Yojana) અંતર્ગત વાર્ષિક રૂ. 2 લાખ કરતાં ઓછી આવક ધરાવતા પરિવારોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.

વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય 

વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.1,10,000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે.

  • પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય
  • નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.
  • ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF

વ્હાલી દીકરી યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે વ્હાલી દીકરી યોજનાનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ (Vahli Dikri Yojana Form Pdf) ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

વહાલી દીકરી યોજના 2024 pdf ક્યાંથી મેળવવું?

કમિશ્રનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા Vahali Dikri Yojana PDF Form તેની ઓફિશિયલ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ફોર્મ નીચેની જગ્યાએથી મેળવી શકાશે.

1. ગ્રામસ્તરે ચાલતી Village Computer Entrepreneur (VCE) પાસે યોજનાનું ફોર્મ મેળવી શકાશે

2. તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીના “વિધવા સહાય યોજના”ના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્‍દ્ર પર જઈને ફોર્મ મેળવી શકાશે તથા Online Application પણ કરી શકાશે.

3. જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાશે.