ખેડૂતોને ખેતીમાં વિવિધ સાધનો ખૂબ જ ઉપયોગી છે. ખેતીના કામને સરળ બનાવવા માટે અદ્યતન સાધનો ખૂબ જ ઉપયોગી છે. વ્હાલા ખેડૂતો આવા ટેકનોલોજીવાળા સાધનોની ખરીદી કરી શકે તે માટે ગુજરાત સરકાર કાર્યરત છે. રાજ્ય સરકાર ખેડૂતોને Sadhan Sahay Yojana 2023 ની ખરીદી કરવા માટે સબસીડી આપે છે.
જેના માટે ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં અલગ અલગ સાધનો માટે ઓનલાઈન અરજીઓ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આજે ખેતીવાડી ની યોજનાઓમાં ખૂબ જ ઉપયોગી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પુન:ચાલુ આવી છે.
આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે ઓનલાઈન અરજી મંગાવવાની કામગીરી ફરીથી ચાલુ કરવામાં આવી છે. તમામ ખેડૂતોને અમો વિનંતી કરીએ છીએ કે, વધુમાં વધુ લાભ લે. જેના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Ikhedut Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે અગાઉ આપેલી છે.
આર્ટિકલનું નામ | Ikhedut Portal: ખેતીવાડી ની યોજનાઓમાં સાધન સહાયની યોજનાઓ પુન:ચાલુ કરવામાં આવી. |
ઉદ્દેશ્ય | ખેતી પાકનું વાવેતર વધારવાના તથા ખેડૂતનો ખર્ચ ઘટાવવા વિવિધ યોજનાઓ દ્વારા સાધન સહાય આપવાનો હેતુ છે. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજી કરવાની તારીખ | તા-09/11/2023થી |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા-08/12/2023 સુધી |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન અરજી |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |